Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરાનો મારનાર
-ઝવેરચંદ મેઘાણી

દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર
મંદોદરખાનનો આઠ વરસનો દીકરો અને કોરેમોરે ગામ આખાના હેડીહેડીના જુવાનો છે. આગલે
દિવસે તાશણીનું પરબ હતું એટલે લીલા, પીળા ને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને
અંગે પચરંગી છાંટણાં દીપતાં હતાં, પણ આજ તો પડવો, એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે.
ગાંડાતૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધુળેટીનું
તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધુળેટી : કાળો કોપ ! “એલા ભાઈઓ ! કોક ઊજળે લૂગડે મેમાન વયો આવે.” એક ઘેરૈયાએ પાદરમાં નજર
નાખીને ચસકો ર્યો ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ.
“એલા મે'માનને કોઈ છાંટશો મા !” બીજાએ મનમાં કહ્યું.
“અરે, મે'માનને કાંઈ રોળ્યા વગર રહેવાય ? મે'માન ક્યાંથી હાથ આવે ?”
“સાચું ! સાચું !.....મે'માનને રોળો !....ગોઠ્ય માગો ! રોળો !'' એવા રીડિયા ઊઠ્યા,
અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી.
ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે ત્રણત્રણ ડોરણાવાળી પગતી ચોરણી, ઉપર
બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલતૂટેલ મ્યાનવાળી તલવાર,
કેડે કોઈક કાળાંતરની જૂની કટારી-એવો દાઢીમૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે.
વસંતઋતુમાં વનવગડે આંબાના મૉરમાંથી વછૂટતી ફોરમો લેતો-લેતો, કેસૂડાનાં ફૂલની ચૂંદડી જાણે
વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલ્લાસ નથી
એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઊઠ્યો કે –
“મને રોળશો મા ! ભલા થઈને મને છાંટશો મા ! તમારે પગે લાગું !''
પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઊલટાની વધુ ચાનક ચડી. બમણા-ત્રમણા ચડે ભરાઈને
સહુ બોકાસા પાડવા લાગ્યા.
“હા ખબરદાર ! મે'માનને, ઓળખાય નહિ એવા ચીતરી મેલો ! લાવો મશ ને ગારો.”
જોતજોતામાં તો ધૂળ ઊડવા માંડી. ઘેરૈયાએ એકસામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી
જાવ ! જાળવી જાવ !' કરતો પાછો હઠવા લાગ્યો, પણ જુવાનો આંબુઆંબું થઈ રહ્યા, એટલે એ
ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમ ને
એમ મ્યાન સોતી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે બબ્બે કદમ પાછો હઠતો
જાય ને ‘રે'વા દ્યો ! રે'વા દ્યો !' કરતો જાય. ધૂળની ડમરી ઊડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો
નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારનાં ઝાવાં અને એ ધૂળની આંધીનો
કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું.
ઊઠી.
“અરે, ગઝબ થયો ...! કુંવર પડ્યા ...! કુંવરને વાગ્યું ! કુંવર જોખમાણા !' એવી બૂમ
“મહેમાને કુંવરને તલવાર મારી ....! પકડજો ...!
https://www.facebook.com/share/p/1BVBRnfE7D/

Gujarati Book-Review by Gautam Patel : 111962556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now