હમસફર !
ક્યારેક જીવનની દરેક પળ બને છે હમસફર !
ક્યારેક યાદ કે વિચાર પણ બને છે હમસફર !
ક્યારેક વિરહ કે મિલન પણ બને છે હમસફર !
ક્યારેક અંધકાર કે ઉજાસ પણ બને છે હમસફર !
ક્યારેક આકાશ કે ધરતી પણ બને છે હમસફર !
ક્યારેક સુખ કે દુઃખ પણ બને છે હમસફર !
ક્યારેક હાસ્ય કે રૂદન પણ બને છે હમસફર !
ક્યારેક પ્રેમ કે નફરત પણ બને છે હમસફર !
ક્યારેક હાર કે જીત પણ બને છે હમસફર !
ક્યારેક કઈં નહીં તો એકાંત જ બને છે હમસફર !
રાજેન્દ્ર ચૌહાણ....