બંધ ઘરના ખૂણામાં એક બારી નીકળે છે,
અને વાતમાંથી વાત ત્યારે તારી નીકળે છે ..
જોયા તા સાથે બેસીને સપનાઓ અહીં આપણે,
ખબર નહોતી કે આશાઓ ઠગારી નીકળે છે ....
જિરવિ મથી શકાતા ઘાવ એક પછી એક ,
મેણા મારવા દુનિયા સહિયારી નીકળે છે ...
ફૂલને ભલે કચડી નાખો ગમે તેમ દોસ્ત ,
નસ નસ માંથી ફોરમ ફુવારી નીકળે છે....
પછી જ ખૂબ નથી કોતરાય છે શબ્દો,
ફરીદા અને ગઝલની જબ્બર સવારે નીકળે છે....