પેશન્ટ ...(લઘુ કથા) સત્ય ઘટના આધારિત...
સાહેબ ક્યાં છે ? વિેજીટે લઈ જવા છે, આગંતુક
આપતો હાફતો, હાફતો બોલી રહ્યો હતો,
જલ્દી બોલાવી લાવો ને.
ઉપર છે બોલાવી લાવું આમ કંઈક કમ્પાઉન્ડરે સાહેબને બોલાવ્યા ,અને વિઝીટ બેગ તૈયાર કરી, સાહેબ હજુ ન આવ્યા ,કમ્પાઉન્ડર ફરી ઉપર ગયો ,થોડી વારે આવ્યો.
આવે છે,' બે મિનિટ' બેસો.
આગંતુક કમ્પાઉન્ડને કહી રહ્યો હતો ,સાહેબ વળી વિજીટ આવે છે ,બીજા કોઈ વિજીટે આવતા નથી, ડોક્ટર પટેલ સાહેબ તો કહે છે કે ,હું મારા બાપની ય વિઝીટ નથી જાતો !કોઈનો જીવ જતો હોય તો અહીં લઈ આવો ,અને વારેવારે ઘડિયાળમાં જોતો !
ઘડિયાળમાં એને વારંવાર જોતા કમ્પાઉન્ડરે પૂછ્યું શું થયું છે?
ખબર નથી પણ મારી બાજુમાં જ રહે છે ,આજે કંઈ બોલતા નથી ,ઘરે બધા રોવે છે ,'ગરીબ' માણસ છે !મગજમાં તાવ ચડી ગયો હશે ,આમ દસેક મિનિટ થઈ કમ્પાઉન્ડર ઉપર ગયો.
સાહેબ નાસ્તો કરી રહ્યા હતા!! સર જલ્દી આવો ,પેલા ભાઈ ઉતાવળ કરે છે, કહેતા કમ્પાઉન્ડર નીચે આવ્યો ,ત્યાં બીજા બે ત્રણ પેશન્ટ આવ્યા.
સાહેબ નીચે આવ્યાં,ચાલો તમને જોઈ લઉં,આવેલ પેશન્ટ સ તરફ ફરી બોલ્યા.
પેશન્ટની તપાસવામાં બીજી પંદરેક મિનિટ નીકળી ગઈ ,પછી સાહેબ ઉભા થયા.
આગંતુક ને વિઝીટ બેગ પકડાવી ચાલતા થયા.
હજુ તો દસ એક મિનિટ પણ નહીં થઈ હોય સડસડાટ ગાડી આવીને ઊભી રહી ,.સાહેબ પાછા આવ્યા હતા.
અરે,સર! કેમ ,આમ જલદી આવતા રહ્યાં? કમ્પાઉન્ડરે આચાર્યથી પૂછ્યું કેમ શું થયું હતું સર?
પેશન્ટ તો એક્સપાયરડ થઈ ગયું!!?