પંછીં ની પીછીં થી શબ્દો લહેરાયા....
હતો પડછાયો એ જે દિલ ને ગમી ગયો...
પાસે હોવા છંતા ના શબ્દો નીકળી શક્યા...!
ફુલ ખીલ્યું એ જોઈ મન મહેકી ગયું.....
પાસે હોવા છંતા સુંગધ એની ન ભરી શક્યા...!
દિલ્લગી કરી બેઠા એની એક અદા પર....
પલક ઝપકાવયા વગર બસ એકટક નિહાળી શક્યા....!
હતી આજ મિલનની એ ક્ષણો એની સાથે....
ઉઠીને જોયું તો આજે એ મારા અંત સમયે દિલથી રડી રહ્યા....!
પૂર્ણવિરામ હતું કે આરંભ હતો મારા પ્રેમનો .....
મળી ને આજ અમે એ એહસાસ પામી દૂર થઈ રહ્યા...!
shital ⚘️