જીવનમાં હવે મોકળાશ રાખ,
બે ઘડી થોડો હાશકારો રાખ,
કથાનો સાર સમજવાનું રાખ,
બે શબ્દોને ઉતારવાનું રાખ,
કોઈ કહે તો મદદનો હાથ રાખ,
દુઃખિયાને સમજવાનો મત રાખ,
શરીરમાં શ્વાસ રોકવાનું રાખ,
ઉભો રહીને થોડું અટકવાનું રાખ,
ચાલવામાં બોવ ઝડપ ના રાખ,
ધીરા ડગલે બધે પહોંચવાનું રાખ,
હળી મળીને થોડુંક રહેવાનું રાખ,
ઉપર બેઠો છે થોડું ડરવાનુ રાખ.
મનોજ નાવડીયા