નવા વર્ષે લેવા જેવો સંકલ્પ 🙏👌
આ વર્ષે જેટલો ખર્ચ કર્યો,
એટલો ખર્ચ
ભલે આવતા વર્ષે થાય કે ના થાય,
પરંતુ.....
આ વર્ષે જેટલા પૈસા બચાવ્યા,
એનાથી થોડી વધારે બચત
આવતાં વર્ષે કરીશું.
આ વર્ષે ભલે મારા કામમાં
કોઈ ના ઊભું રહ્યું, છતાંય
નવા વર્ષે જો કોઈ મારી પાસે
કોઈ મદદ માટે આવશે,
તો હું મારાથી બનતી મદદ જરૂર કરીશ.
આ વર્ષે મારા પરિવારનાં સભ્યો વચ્ચે
જો કોઈ નાનો મોટો ખટરાગ થયો હોય,
તો નવા વર્ષે એ ખટરાગને ભૂલાવી,
બધા વધારે લાગણી સાથે એકબીજાની વધારે નજીક આવે
એવો પ્રયાસ કરીશ.
નવાં વર્ષે, મારાં ઘરમાં ભક્તિ ભાવ વધે, કોઈ રોગ ઘરનાં દરવાજાની અંદર ના આવે, અને અમે બધા અમારું કામ પૂરી પ્રામાણિકતા સાથે કરી શકીએ,
અમારું મન સહેજ પણ ડગે નહીં.
🙏એવી જગત જનની મા અંબે ને પ્રાથના🙏