જય ભારત, જય જય ગરવી ગુજરાત,
જાય જવાન જય કિસાન. આ સૂત્ર થી આપણે અજાણ નથી , આમાં જય જવાન એટલે દેશના એ વીર જવાન જે પોતાની જાતને દેશ માટે કુરબાન કરવા હંમેશા તત્પર રહે છે ,જવાન અમર છે ,જવાન ક્યારેય મરતા નથી ,એ શહીદ થઈને અમર રહે છે ,દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે ,તે દેશના વીર જવાન છે , જે દેશ પ્રેમ માટે પોતાના પરિવારને ,મા બાપને ,ભાઈ બહેનને ,બાળકોને વાર તહેવારને ,બધું જ સુખ ભૂલીને એક જવાન રાત્રે જાગે છે ત્યારે આપણે નિરાતે સુઈ શકીએ છીએ , તેજવાન જેે માત્ર બે કલાકની ઊંઘ લઇ ને આપણા માટે જાગે છે ,બરફની છોડમાં સુવે છે ,કાંટાની બોડ માં સુવે છે ,એના પગમાં સતત શુજ પહેરવાથી છાલા ઓ પડી ગયા હોય છે ,એ વીર જવાબ ને સો સો સલામ છે ,અને એનાથી એ સલામ કરું છું વીર જવાનને માતાઓને જેને પોતાના બાળકને પોતાના ખોળે થી રમાડીને માં ભારતી માટે દેશ માટે લડવા મોકલ્યા છે
મને ઘણીવાર દેશ પ્રેમ પર લખવાનું મન થાય છે હું દેશ પ્રેમી છું ,આપણે બધા દેશ પ્રેમી છીએ ,દેશ માટે આપણે લડવા નથી જવું પડતું ,આપણે જવાન નથી ,આપણે દેશના સૈનિક નથી ,પણ આપણે દેશ પ્રેમી છીએ.
મારામતેે દેશ પ્રેમ એટલે,પર્યાવરણ બચાવો, પાણી બચાવો, દેશને કે કુદરતની કોઈપણ સંપત્તિને નુકસાન ન કરવું ,અને નાત જાતના ભેદભાવ થી દૂર રહેવું ભાઈચારો જાળવવો આ બધું દેશ પ્રેમ જ છે.
માતૃ ભારતી હોઇ, લીપી હોઇ, કે વોટ્સ અપ હોઇ આપણે લવ સ્ટેટ્સ પોસ્ટ કરી એ છીએ, આપણે પરિવાર, દોસ્તો માટે જીવી એ છીએ, તહેવાર ની તૈયારી કરીયે છીયે, કોઇ દિવસ આ વીર જવાન માટે કશું નહી તો, ખાલી બે તારીફ ના ફૂલ અર્પણ કરી આપણે સ્ટેટ્સ મૂક્યું નથી, સિવાય કે કોઇ વીર શહીદ થયાં હોઇ.
કોઈ દિવસ ,નમાજ ની દુવા માં,કોઈ દિવસ મંદિર ની પૂજા માં, આ જવાનો નેવ્યાડ રાખજો, આ જવાન ને પણ ફેમિલી છે,બાળકો છે,માં બાપ છે,પત્ની છે,મિત્રો છે, પરંતું બધું ત્યજી તે દેશ માટે કુરબાન થવા નીકળી પડે છે,માં ભરતી નાં ખોળે.
જવાન ની પત્ની ને હમેશાં વિધવા થવા ની ત્યારી માં જ જીવવાનું હોઈ , એ નું દિલ પણ દેશ પ્રેમ માટે જે ધડકતું હોઈ છે.
આપણે તો ઘડીક પતિ ઘરે n આવે, કોલ મેસેજ ચાલું,આ વીર જવાન ડયૂટી સમય માં ઘરે કોલ પણ ન કરે, દેશપ્રેમ શુ છે, એ એક સાચો સૈનિક જ આપણા ને સમજાવી શકે.