Gujarati Quote in Quotes by Minal Gosalia Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાંદમાં પણ એક ખૂબી છે,
ના તો માથા પર ઘૂંઘટ ,
ના તો ચહેરા પર બુરખો...

ક્યારેક કરવા ચોથનો થયો,
તો ક્યારેક ઇદનો,
તો ક્યારેક પૂનમનો,

જો,

જમીન પર હોત તો,
વિવાદો ના ટુકડામાં હોત,
અદાલત ના ચુકાદામાં હોત,
છાપાનાં પહેલા પાને હોત...

પણ,

સારું છે કે આકાશમાં વાદળોની ગોદમાં છે... એટલે...જ..
જમીન પર કવિતાઓ અને સાથે ગઝલોમાં સુરક્ષિત છે...

શરદ પૂનમની સહુ ને ખુબ ખુબ શુભેચ્છા......💐

*શરદ પૂનમનું તેજ એટલું મંગળમય છે,*
કે
*તેના પછી આવતી અમાસ પણ દિવાળી થઈ જાય છે.*

🩷

Gujarati Quotes by Minal Gosalia Shah : 111954504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now