સંબંધ સેતુ
દરિયાના મોજાં જેમ ઉછળતી હું તું અલગારી શાંત રેત,
સંબંધ સેતું એવો સરભર ચણાયો છલકાતો અનંત હેત.
મુખારવિંદ હાસ્ય એવું અલૌકિક હો મોહન માધુર્ય સ્મિત,
મીરાં સમ તુંજ માં ઓળઢોળ થૈ પડી વિરહ વિતેના એ વેંત.
જગ તણી રીત નોખી જાતના પારેવા આપણે તો આભના,
લેવાદેવા નથી કોઈ રીતભાતે ઉડતાં મનમોજી સ્વમાનભેર.
સ્વપ્ન નગરમાં ટહેલતાં એકમેક સંગ પરોવી હાથોમાં હાથ,
મનગમતાં રંગોની રંગોળી પુરવા રહેતાં દૂર છતાંયે થૈ એક.
જન્મજન્માતર ઋણાનુબંધને બંધાયો બંન્નેનો અખૂટ સ્નેહ,
નિહન એકાર થૈ આતમે વસતાં રોજ નિખરતો અપાર પ્રેમ.
- નિધી નિહન
-Nimu Chauhan Nihan