Gujarati Quote in Thought by PRADYUMANSINH MAKWANA

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કોઈ બે મિત્ર વચ્ચે ઝગડો કે મનમુટાવ થાય છે ત્યારે અબોલા થઈ જાય છે,એકબીજા માં પહેલા કોણ જુકશે તેની સ્પર્ધા ચાલુ થાય છે,મારો વાંક નથી હુ શુ કામ જુકુ..?
એને જરૂર નથી તો મારે પણ જરૂર નથી..

આ સ્પર્ધામાં જો વધારે સમય વીતી ગયો તો સબંધ ખોખલો પડે છે,ફરક પડતો બંધ થઈ જાય છે,જો સબંધમાં એકાબીજા વગર ચાલે એમ જ ના હોય તો એક કલાક એક દિવસ જેવી લાગે,અને બીજી જ કલાકે ધોધમાર વરસી જવાતું હોય છે,અને જો સબંધ ગાઢ ના હોય તો લાંબો ફરક પડતો નથી,ઝરમર ઝરમર વરસાદની જેમ આવ જા કરે..

સબંધ ત્યારે જ મજાનો ચાલે જ્યારે બંને બાજુ સરખી જ જરૂરત હોય એક હાથથી તાલી પડે નહી,તેવી જ રીતે એકતરફી લાંબી મુસાફરી સાથે થાય નહી, સબંધો મા જો વ્યક્તિ કરતા વાત મુલ્યની હોય તો વ્યક્તિને જવા દેવો જ સારો વ્યક્તિના રંગરૂપ કે ગુણો સાથે જ્યારે સબંધ બાંધ્યો હોય ત્યારે અમુક વર્તનથી હટ થવાય જાય છે કારણ કે વ્યક્તિનુ વર્તન મુડ પ્રમાણે ચાલતું હોય છે,મન હમેંશા મુડસ્વિંગ જેવુ છે, ક્યારેક જીવ આપી દેવાની ઈચ્છા પ્રબળ હોય તો ક્યારેક જીવ લેવાની વૃત્ત જાગે મિત્ર ને દુશ્મન બનતા ક્યાં વાર લાગે છે,
પણ જો વ્યક્તિ જેવો છે તેવો સ્વિકારેલ છે તો તેના વર્તનની અસર સબંધ પર પડતી નથી જેવી રીતના મા બાપ દિકરાના ગુણ નથી જોતા ચોર હોય કે પ્રધાનમંત્રી મા માટે દિકરો દિકરો જ છે, તેના વર્તનથી સબંધ પુરો થતો નથી દુર થઈ જાય પણ દિકરો મટી જતો નથી,

મિત્રો સબંધો જો ગાઢ થઈ ગયા છે તો ક્યારેય અબોલા લાંબા ચલાવવા નહી જીવનમાં ક્યારેક નવરાશની પળમાં છાપ છુટી જતી હોય છે,એકવાર જો સબંધ વગર ચાલી જાય છે તો આખુ જીવન ચાલી જાય છે,પણ જો સબંધોની જરૂર રહેતી જ હોય તો જુના સબંધો પુરા કર્યા વગર નવા સબંધો બનાવવા નહી,કોમ્પિટિશનમા મગજ ખરાબ થશે,બુધ્તવને પામ્યા પછી સબંધોની જરૂર નથી પણ તે પહેલા જે બંધાયેલા છે તેને પુરા જીવી લો પાછળથી ઊમળકો બાકી ના રહે…

Gujarati Thought by PRADYUMANSINH MAKWANA : 111953624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now