કરણની કલમ ગરબા રમશે,
પાનાંઓ ના મેદાનમાં આજ.
દિલથી લય ભરી શબ્દો ભરશે,
રાતના રાસલીલા સંગીતમાં.
જ્યાં છૂપી છે એક નાજુક કથા,
તે પેલી મીઠી રાતમાં.
કરણ લખશે પેલી ગરબાની રાતમાં,
મનમાં સમગ્ર જગત જૂમી રહ્યું છે.
તારાઓની ટમટમ તાળીઓ,
પ્રેમનું સંગીત છંદમાં ભરી રહ્યું છે.
ગરબાના લય માં ગુંજે છે પ્રેમ,
જે મારા મન ને પલાડી રહ્યું છે.
છોકરીઓની રમજટમાં રંગયું છે મેદાન,
મેકઅપથી શણગારેલો ચહેરો,
ને કાળી કાજલ વારી એની આખો.
રંગબેરંગી એના કપડા અને જુમકા એના કાનમાં.
મારી નજર પડે એક છોકરી વિશેષ,
લાગી રહ્યું જાણે અપ્સરા આવી રહી છે રમવા.
લાલ ચૂંદળી ને મોરપીછનો શણગાર કરે,
મારી કલમ લખશે તેના વખાણ,
મીઠુ હાસ્ય ને લાજ ભરેલા એનો શણગાર.
તેના વાળોમાં લહેરોની લહેરાત સાથે,
આખું મેદાન ઝુમે ધબકારમાં.
હું કરું આખોની ભાષામાં એની સાથે વાત,
ને લાગે છે જાણે સંગીતમાં આવ્યો વાસ્તવિક પ્રાણ.
લાગી રહ્યું છે જાણે તારાઓ વચ્ચે ચાંદની આવી છે,
અને એની રોસની મારા મનને સ્પર્શ કરી રહી છે.
મારા ભાઈબંદો મારૂ મજાક ઉડાવી રહ્યા ને પેલી હાસ્ય ભરી રહી મારા મજાકમા.
લાગી રહ્યું છે જાણે ઢોલને એની ડાંડલી માડી ગઈ,
ને ડાંડલીના સ્પર્શથી ઢોલમાં થયો મધુર અવાજ.
ગરબાના રંગોમાં દેખાય મને ફક્ત એક રંગ,
ને હું દોળુ એ જ રંગ પાછળ.
ભૂલી ગ્યો હું મારી ભાન,
ને ચાલ્યો રમવા એની સાથે.
મોડી રાત્રે ગરબાનો અંત આવિયો,
પણ મારી કલ્પનાની દુનિયામાં ગરબાનો અંત ન આવિયો.
આવી ગઈ છે એ જ નવરાત્રિની પહેલી રાત,
ને મારી ઉત્સુકતાનો કોઈ ન રહ્યો પાર.
કરણની કલમના સંગીતમાં, શબ્દો રમી રહ્યા છે આમ. ફરી રમશુ ભૂલીને ભાન, ફરી રમશુ ભૂલીને ભાન.