વિષય : ચાલ હવે છૂટાં પડીએ....
ચાલ હવે છૂટાં પડીએ અને આગળ વધીએ,
તું તારી દુનિયામાં અને હું મારી દુનિયા માં...,.
કદાચ આ દુનિયા માં તો સાથે જીવી નહી શકાય... માટે
ચાલ હવે છૂટાં પડીએ અને આગળ વધીએ.....
કોઈ સપનાં સાથે રહેવાના જોયા નથી ક્યારે,
કોઈ વચન એક બીજાને કદી આપ્યાં નથી,
કોઈ સથવારો ક્યારે કદી માંગ્યો નથી.....
તેમ છતાં પણ આ જે લગાવ છે નિસ્વાર્થ એણે ત્યાગી દઈએ...
ચાલ હવે છૂટાં પડીએ અને આગળ વધીએ...
સબંધ આમ તો કાંઈ જ નથી આપણા વચ્ચે,
માત્ર સમય ની સાથે થયેલી એક આદત એક લગાવ છે કદાચ,
એને પ્રેમ નું નામ આપવાની જરૂરિયાત નથી....
સમય સાથે આદત બદલાઈ જાય છે અને એનું સ્થાન કોઈ બીજાને મળે છે,
Exit થયા પછી તો કોઈ બીજા ની entry થવી શક્ય છે માટે...
ચાલ હવે છૂટાં પડીએ અને આગળ વધીએ...
તું તારી જિંદગી માં અને હું મારી જિંદગી માં....
ચાલ હવે છૂટાં પડીએ........