નમસ્કાર વડીલ મિત્રો.
મારું એક પુસ્તક "ક્યારેક" એ આજે અહીંયા પબ્લિશ થયું તેના માટે માતૃભારતી ટીમ નો આભારી છું. સાથે સાથે મારાં જેવા નાના લેખક કે જે બીજા લેખકો ની સામે ભાખોડીયે ચાલતા પણ નથી શીખ્યો, એની એક નાની કૃતિ ને વાચક મિત્રો એ સહકાર આપ્યો એના માટે એ બધા નો આભારી છું.
આ પુસ્તક એ કવિતા નો સંગ્રહ છે જે મેં મારાં જીવન માં મળેલા અનુભવો થી લખવાની કોશિશ કરી છે. એમાં પ્રેમ, લાગણી, ખુશી, કલ્પના, હારી ગયેલા ની મનોસ્થિત, અને કોઈને ગુમાવી બેઠેલા નો દર્દ આ ભાવનાઓ ને શબ્દ રૂપે વર્ણવી છે. જેનો પ્રથમ ભાગ તારીખ - 5/9/2024 ના રોજ અહીંયા પબ્લિશ થશે.
આશા રાખું છું કે આ પુસ્તક તમારા બધાના જીવન ના કોઈક ખૂણા ને અડતું રહેશે. કેટલીક મીઠી યાદો તો કેટલાક વહેલા આંસુ યાદ અપાવી જશે. બસ જેવો સહકાર આ પુસ્તક ની પ્રસ્તાવના ને આપ્યો છે એવો જ સહકાર અને પ્રોત્સાહન એના આવનારા ભાગો ને પણ મળતો રહે. કારણકે વાચક મિત્રો નો સહકાર એક લેખક માટે ભોજન માં મીઠા ની સાર પુરે છે.