ચૈલ
કહેવાય છે કે પતિયાલાના મહારાજા ભૂપિન્દરસિંહ અને
બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફની પુત્રી વચ્ચે જરા વધુ પડત
‘મનમેળ’ જામ્યો ત્યારે અંગ્રેજ સરકારે મહારાજાને સિમલામાંથી હાંકી કાઢ્યા. હંમેશ માટે પ્રવેશબંધી
ફરમાવી દીધી. આ લોકમાન્યતા ઘણું કરીને
તો નાપાયાદાર છે, છતાં એટલું સાચું કે
ભૂપિન્દરસિંહે તેમના ઉનાળુ પડાવનું
સિમલા છોડવું પડ્યું અને નવું ગિરિમથક
સ્થાપવાનું જરૂરી બન્યું. અહમ્ ઘવાયો
હતો. આથી સિમલા કરતાં સહેજ ઊંચું
સ્થળ તેઓ પસંદ કરવા માગતા હતા-
અને કરીને રહ્યા. ઊંચાઇ ૨,૨૨૬
મીટર (સિમલા કરતાં વધુ ૧૦૦ મીટર) હતી. આશરે ૪૫ કિલોમીટર છેટેનું ‘હલકી પાયરી'નું સિમલા દૃષ્ટિગોચર થતું હતું. નવા ગિરિમથકને મહારાજાએ પતિયાલાની રાજધાની જાહેર કર્યું. વિશાળ મહેલ પણ બંધાવ્યો.
પતિયાલાના મહારાજા ભૂપિન્દરસિંહ સ્થાપેલું નયનરમ્ય
ગિરિમથક તે
ચૈલ /ChaIl, જ્યાં વેકેશન માટે ગયા બાદ પાછા
ફરવાનું મન થાય નહિ, સિમલાની તેની જોડે સરખામણી
કરવાનું શક્ય જ નથી, કથીર અને કંચન જેટલો તફાવત
છે.
પતિયાલાના મહારાજા ક્રિકેટના શોખીન, એટલે તેમણે ચૈલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું. વિશ્વનું તે સૌથી ઊંચું ક્રિકેટ મેદાન છે.
મુંબઇનું બ્રેબોર્ન સ્ટેડિયમ બંધાવવા માટે અઢળક
નાણાં આપનાર પતિયાલાના મહારાજા પોતે ક્રિકેટના સારા ખેલાડી હતા.
https://www.facebook.com/share/p/m4Hj1WJwEUvtUzsp/?mibextid=oFDknk