૭) અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત હું જ છું
મારાથી પર કંઈ નથી, હું જ જગતને ચલાવું છું,
મણકા દોરા માં પરોવેલા છે એમ હું જ દોરો છું.
સર્વ ભૂતોનું સનાતન સૂર્ય ચંદ્રનું અસ્તિત્વ હું છું,
અત્ર તત્ર સર્વત્ર અને બધામાં શ્રેષ્ઠ બધુંજ હું છું.
સાત્વિક, રાજવિક, તામસિક વિકારો મારાથી છે,
પણ એ મારામાં ક્યારેય નથી એ તું બુદ્ધિથી જાણ.
જે દેવતાઓ ભજે તેમને ભક્તિમાં સ્થિર હું કરુ છુ,
ભૂત, વર્તમાન, ભવિષ્ય જાણું, મને જાણી શકતો નથી.
યોગી અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ સહીત મને જાણે,
તેવા સ્વસ્થચિત્ત પુરુષો મૃત્યુ વેળા મને જ જાણે છે.
ધબકાર...