જીવન જીવી તો રહ્યો છું,
તોય સાલું કંઇક સતત ખૂટતું હોય ને, એમ લાગે છે..
આમ જો મળો ક્યારેક તો ઘુઘવાટા મારતાં અનંત સાગર જેવો છું હું,
છતાં એકલો પડું ને ત્યારે વેરાન રણ...
એક એક ક્ષણ જાણે મુઠીમાં થી સરકતી રેત લાગે છે...
ખુશ તો બહુ થઈ જાવ જ્યારે વીતેલાં સોનેરી ક્ષણ યાદ આવે,
સાચું કહું તો એનો પણ હવે છાતીમાં મને ભાર લાગે છે....
બધું છોડી દોડી જવું છે અનંત ની રાહમાં "ચંદર"..
પણ દોડતાં દોડતાં જો પડ્યો, તો સંભાળ લેશે કોણ..??
સાચું કહું તો એકલા ચાલવામાં પણ હવે ડર લાગે છે....!