એક સ્રી જ્યારે કોઈને પ્રેમ કરે છે ત્યારે એના માટે એ નર્કની યાતના પણ સહનકરવાની શક્તિ ધરાવે છે, એને ગમતુ ખુલ્લુ આકાશ પણ ઉડવા મળે ને તો એ વ્યક્તિના સાથ વિના એ આકાશને પણ ઠોકર મારી જીવી જાણે છે.
પણ એજ પ્રેમ માં એ સ્રીને વાત વાતમા ડરાવીને ધમકાવીને એને બાંધીને રાખવામાં આવે તો એ સ્વર્ગ સમાન સુખ પણ છોડીને જતી રહે છે.
સ્રી સમર્પણભાવથી ભરેલી છે એને થોડી મોકળાશ આપો જીવવા માટે તો એ ખુદ એની લક્ષ્મણ રેખા મા રહીને જ જીવે છે, કોઈપણ સ્રી ક્યારેય કોઈનુ જીવતર બગાડવા નથી પરણતી એ ખુદ એ પુરુષ માટે પોતાનુ સર્વસ્વ ત્યાગીને જીવી જાણે છે પણ અમુક સપના એના પણ હોય છે જે એક પુરુષે સમજવુ જોયે ,સ્રી પોતાની બધી જવાબદારી પૂરી કરીને છેલ્લે પોતાના સપનાની દુનિયા મા જીવવા ઈચ્છે છે.
- નિમુ_ચૌહાણ_નિહન
-Nimu Chauhan Nihan