આ મારી નવી ધારાવાહિક શરુ કરી છે. મારી તો નહીં કહી શકાય, પણ જેમણે લખી છે એમની લેખિત મંજુરી સાથે રજૂ કરું છું, કે જેથી કરીને કૉપી કેસ ન થાય. આમાં જે પુસ્તકની ચર્ચા છે "મારા અનુભવો", શ્રી સ્વામી સચ્ચિદાનંદ દ્વારા લખવામાં આવી છે, અને મારી પસંદગીના પુસ્તકોમાંનું એક છે. મારી પાસે આ પુસ્તક અને એની પેન ડ્રાઇવ બંને છે. ઘણાં સમયથી આ પુસ્તક વિશે લખવાનું વિચારી રહી હતી, એમાં સ્વામીજીનાં આશ્રમ સાથે જોડાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલે લખાણ શરુ કર્યું અને તરત જ મને એ જ લખાણ અન્ય લોકો સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો. મેં એમની સાથે આ બાબતે વાત કરી અને તેઓ તરત જ માની ગયા. આમ પણ વર્ષમાં એક વાર તો હું એમનાં આશ્રમની મુલાકાત અવશ્ય લઉં છું અને હું તેમજ મારા પતિ સ્વામીજી જે પુસ્તક માટે અમને સજેશન આપે એ પુસ્તકો લઈને ઘરે આવીએ છીએ. અત્યાર સુધીમાં સ્વામીજીના ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. મોટા ભાગના પ્રેરણાદાયી જ છે, અને એમનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો તો જબરદસ્ત છે. ક્યારેક સમય મળશે તો એ બધાંનો પણ પરિચય રજુ કરીશ.

આ માટે અશ્વિન અંકલનો ખૂબ ખૂબ આભાર.





Tr. Mrs. Snehal Jani લિખિત વાર્તા "મારા અનુભવો - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19962325/mara-anubhavo-1

Gujarati Thank You by Tr. Mrs. Snehal Jani : 111942078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now