"ભરોસા નો PASSWORD"
ભરોસા નો PASSWORD
આજકાલ અભેરાયે ચડેલો છે,
વિશ્વાસનું આધાર કાર્ડ OTP માં અટવાયેલું છે..!
ખુલતી નથી એક પણ LINK ભરોસાની,
RETURN ની ફાઈલ ગોટે ચડી છે..!
પાન CARD લિંક છે આધાર સાથે,
છતા TRANSFER કરેલી મુડી અધવચ્ચે અટકી પડી છે..!
UPI પેમેન્ટ ની ID પેટીએમ,ફોન પે,ગુગલ પે,ની સાથે ભીમ APP પર લટકી પડી છે,
RBI ની નવી ગાઈડ લાઈન થી EPFO માં પીએફ ની ફાઈલ અટકી પડી છે..!
થોભો અને રાહ જુવો ની વાત સાચી પડી છે,
સરકારી કચેરીમાં ફાઈલ મારી ટલે ચડી છે..!
નવારંગ રોગાનો થી શોભા નથી વધતી OFFICE ની,
શોભા વધારવા "સ્વયમભુ" FILE ઝાટકવી પડે અભેરાઈ પર થી..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ