Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં કોઈ આંસુ લૂંછનાર હોવું જરુરી.
જીવનમાં કોઈ ભાવ પૂછનાર હોવું જરુરી.

ગેરસમજો તો ડગલેપગલે થાય છે અહીં,
જીવનમાં કોઈ વળી સમજનાર હોવું જરુરી.

લાગણીની પણ એક દુનિયા હોય અનોખી,
જીવનમાં કોઈ હમકદમ થનાર હોવું જરુરી.

હિસાબ નથી ચાલતા દરવખતે આંટીઘૂંટીમાં,
જીવનમાં કોઈ ગણતરી મેલનાર હોવું જરુરી.

સાથે જીવનારા પણ ભરમાય છે ક્યારેક કેવા !
જીવનમાં વિશ્વાસના પાયે જીવનાર હોવું જરુરી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111941858
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now