આજે તમે ખૂબ મહેકો છો, ફૂલને અડીને આવ્યા છો કે શું..?
ખીલી રહ્યો છે ચેહરો તમારો, એને મળી ને આવ્યા છો કે શું?
ભીજાયેલું છે પેહરણ તમારું, નીતરે છે નખ - શીશ પાણી ,
છે બિંદુઓ પરસેવાના કપાળે, રણ ને મળી ને આવ્યા છો કે છું?
જોયો છે અમે દરિયો અફળાય છે કિનારે વારંવાર,
તમે ફીણ ફીણ થયા છો મોઢે છે, દરિયાને મળીને આવ્યા છો કે શું..?
થયા છે હાથ તમારાયે લોહીથી લથબથ,
તમારી લાગણીઓના જીવનુ ખૂન કરીને આવ્યા છો કે શું..?
હવે જાગીને શું જોશો અમાસની અંધારી રાત્રીમાં,
ચાંદ સમા માણસ ને અજવાળે છળી ને આવ્યા છો કે શું..?