બાપ
બાપ, શબ્દ બે અક્ષરનો સાફ
એના મનમાં ભર્યું હોય ઘણું અમાપ
રડતો હોય તોય હસતો રહી
સમય ને આપે થાપ
માંગે જે સંતાન હમેશા
લાવી આપે ચૂપચાપ
ક્યારેક શાંત,ક્યારેક ગુસ્સો ક્યારે લાગણી અપાર
બાપ ક્યારેય ન માને સંજોગો સામે હાર
ટાઢ તડકો વરસાદમાં એ દોડે સતત
સંતાનોને પગભર કરવા પરસેવો પાડે અવિરત
સૌ ને ન સમજાય એના મનમાં શું ચાલે છે
સંતાનો માટે બાપ હમેશા જીવ બાળે છે.
એનું સપનું સંતાનો બસ રાખે મારી લાજ
મારી આજ કરતા એમની સુખેથી વિતે કાલ.
રહું નહિ જો હું તો...કરે ક્યારેક યાદ
બાપ માટે જીવનભર કોઈ ન રહે ફરિયાદ
બાપ, શબ્દ બે અક્ષરનો સાફ
એના મનમાં ભર્યું હોય ઘણું અમાપ...ભર્યું હોય ઘણું અમાપ...
અશોક ઉપાધ્યાય ✍🏻©