શ્વાસ સરગમે રટાતું હરિવર નામ તારું.
ઉરધડકને સંભળાતું હરિવર નામ તારું.
અર્પી છે જિંદગી હરિવર તારા નામ પર,
રોમેરોમે એ પુલકાતું હરિવર નામ તારું.
થતાં તલપાપડ અધિર નૈન નિરખવાને,
અશ્રુધાર થૈ વરસતું હરિવર નામ તારું.
આશાદીપ જલે અંતરમાં પામવા કાજે,
જીહ્વા ઉચ્ચારે વસતું હરિવર નામ તારું.
નથી ગરજ રહી હવે દર્શનની સુધ્ધાંએ,
સર્વસ્વ સદાયે લાગતું હરિવર નામ તારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.