Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બપોરના તપતા તડકામાં બાળકોને,
ચંપલ વગર કૂદકા મારતા જોયા છે.

મોંઘવારીના કારણે ખેડુત ને ખેતરમાં છાસ,
રોટલો ખાઈને ભૂખને શાંત કરતાં જોયા છે.

જંગલમાં ઢોર ચરાવતા ગોવાળો ને ફક્ત,
ચા, પીને આખો દિવસ ગુજારતા જોયા છે.

હરામનું અન્ન ખાતા અફસરોને લોહીના,
ખાબોચિયામાં હાથ ધોતા જોયા છે.

બહારથી સત્યના મુકુટા પહેરીને ફરતા,
અંદરથી સેતાન છુપાયેલા જોયા છે.

સભાઓમાં બળાત્કાર વિરુદ્ધિ વાતો કરનારને,
ઘરની ચાર દિવાલમાં બળાત્કાર કરતાં જોયા છે.

સાંજ પડેને દારૂના અડા પર દીકરીના પૈસે
શરાબ પિતા પિતાઓ ને પણ જોયા છે.

સત્સંગની વાતો કરતી માતાઓ હોસ્પિટલોમાં,
સંતાન પડાવવાના કિસ્સાઓ પણ જોયા છે.

માતા પિતાની વિરુદ્ધ પ્રેમ લગ્ન કરીને છૂટાછેડા માટે,
વકીલ ની ઓફિસ માં લાઈન માં ઉભેલા જોયા છે.

પાપ કર્મ કરીને કુદરતના ચોપડે નામ નોંધાવીને,
સજાની રાહ જોતા જીવ બ્રહ્માંડ માં જોયા છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111929720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now