Gujarati Quote in Thought by સુરજબા ચૌહાણ આર્ય

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો કહેવાય છે ને કે મૂર્ખ ને ખુદ
બ્રહ્મા ભણાવે તોય અક્કલ ના આવે "

ભાજપે પુરુસોતમ રૂપાલાને ઉમેદવાર બનાવીને ક્ષત્રિઓને ધર્મસંકટમાં મૂકી દીધા છે. આમતો હર સવાલ નો જવાબ હોય છે, કારણ સવાલ જવાબ માંથી જ ઉત્પન્ન થાય છે.હર દર્દ ની દવા પણ હોય છે પણ દરેક વૈદ જાણતો નથી હોતા.

"મિત્રો હું આપણા સનાતન ધર્મ ની વાત કરૂં તો આપણા શાસ્ત્ર માં લખ્યું છે કે જે અનીતિના પંથે ચડે તેને પતાવી દેવો જોઈએ"

આપણા પુરાણોમાં એ પણ લખ્યું છે, કે કોઇ એક વ્યક્તિના કારણે જો આખા નગરને નુકસાન થતું હોય તો એને મારવામાં પાપ નથી. જો કોઇ એક કુટુંબના કારણે આખા દેશને નુકસાન થતું હોય તો આખા કુટુંબ નવા મારવું પાપ નથી.

મિત્રો ક્ષત્રિયો અઢારે વર્ણની બેન દિકરીઓ માટે લળી ને વીર થઈ ગયા છે. ગૌરક્ષા માટે લળી ને પાળિયા થઈ ગયા છે.

આ ભગવા રંગની ધ્વજ પતાકાઓ લઈને ભાજપ વાળા ફરે છે. એ કોઇ એમના બાપની જાગીર નથી. આપણા પૂર્વજો લળ્યા છે. રણમેદાનમાં અનેક ક્ષત્રિયાણીઓનાં સેથાના સિંદૂર રણમાં રોળાઈ ગયા છે, ત્યારે ભગવો રંગ બન્યો છે.

સરદાર પટેલની એક અવાજ પર પાંચસો બાસઠ રજવાડા દાન કર્યા છે રાજપુતો એ ધર્મ માટે લળ્યા છે. આત્મા સ્વમાન માટે લળ્યા છે. જે સમાજ અઢારે વર્ણની બેન દિકરી ની ઈજ્જત માટે લળ્યો છે. એ પોતાની બેન દિકરીની ઈજ્જત માટે લળત અવશ્ય આપશે. ક્ષત્રિઓમાં ખાનદાની છે એ કોંગ્રેસને મત આપીને દેશને બરબાદી નહિ આપે પણ ભાજપ ઉમેદવાર નહિ બદલે તો ક્ષત્રિયોનો એક પણ મત ભાજપને નહિ મળે ચૂંટણી નો બહિષ્કાર કરીશુ.

અને જે લોકો રાજપૂત હોવા છતાં ભજપૂત થઈ ગયા છે. એમને મારે એટલુજ કહેવું છે, કે રાજપૂત, ક્ષત્રિયની પદવી આપણને માથા દાનમાં આપ્યા, માથા વગરનાં ધડ લળ્યા રણ મેદાનમાં ત્યારે મળી છે.આ પદવી આજીવન રહેવાની છે. ભાજપ ની પદવી તો પાંચ વર્ષ રહેશે.

જેને ભાજપૂત થવું હોય તો નામ પાછળ સિંહ અને બા લગાવવાનું બંધ કરી દેજો અને ભાજપૂત લગાવવાનું ચાલુ કરી દેજો.કારણ....

" લોહી નો નહિ એ કોઇ નો નહિ "

જો તમે તમારી સમાજ નાં નથી થઈ સકતા તો કોઈના નહિ થઈ શકો. અમારા ક્ષત્રિયોની વિનમ્રતા છે કે બે હાથ જોડીને એક વાર જય માતાજી કહીને સમજાવવું. ભગવાન રામે પણ બે હાથ જોડીને સમુદ્ર પાસે રસ્તો માંગ્યો હતો. જયારે સમુદ્ર એ રસ્તો નાં આપ્યો ત્યારે સમુદ્ર સૂકવવા માટે બાણ ચડાવ્યું હતું. એટલે સમુદ્ર ભગવાન રામના પગમાં પડી ગયો હતો.

તો ક્ષત્રિયો એ ભાજપ પાસે પોતાની લાંગણી અને પ્રસ્નો રજૂ કર્યા છે. અને સમુદ્ર સૂકવવાની તેવડ ત્યારે હતી અને આજ પણ છે.બાકી કોઈએ હલકામાં નાં લેવું જેને હાથ જોડતા આવડે છે તેને હાથ પગ તોડતા પણ આવડે છે.પુરાણ કાળથી યુદ્ધ થવાના ફક્ત ત્રણ કારણ રહ્યા છે.

"જર, જમીન, અને જોરૂ, "

જયારે જ્યારે સ્ત્રીઓ નું અપમાન થયું છે, ત્યારે ત્યારે ઇતિહાસ બદલાયા છે. કર્ણ એ દ્રૌપદીનું અપમાન કર્યું અને મહાભારત થઈ હતી.

"સીતા હરણ થયું રામાયણ થઈ"

મિત્રો હવે એવુ લાગે છે, કે રૂપાલાનાં વાણિવિલાસનાં કારણે મીનીમહાભારત અવશ્ય થશે.

"સત્યમેવ જયતે"
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )

Gujarati Thought by સુરજબા ચૌહાણ આર્ય : 111927498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now