જિંદગી નાટક હશે નહોતી ખબર.
શ્વાસ પણ વાછટ હશે નહોતી ખબર.
હું સદા હસતી રહી પીડા સહી,
દર્દ તું લાગટ હશે નહોતી ખબર.
કયાં કદી ફરિયાદ રાખી જિંદગી,
વાર તુજ ઘાતક હશે નહોતી ખબર.
ઘાવ રુજાતો નથી છે શ્રાપ આ,
ભાગ્યમાં આહત હશે નહોતી ખબર.
કેટલી વાતો છુપાવી જીવી ગઈ,
મારી અંદર નટ હશે નહોતી ખબર.
કુસુમ કુંડારિયા રાજકોટ