" સપનાં ભીનાં "
આંખો ભીની અને સપનાં ભીનાં;
થઈ ગયાં દિલનાં અરમાં ભીનાં;
દિલનું પંખી બેઠું'તું જે ડાળ પર,
તૂટી એ ડાળને થયાં પાંદડાં ભીનાં;
ચૂંટ્યું' તું પ્રેમથી એક ફૂલ બાગથી,
સ્પર્શ્યાં જો કાંટા થ્યાં ટેરવાં ભીનાં;
ડૂબ્યાં જ્યારે પ્રેમ સાગરના કિનારે,
હાથે આવ્યાં બસ તણખલાં ભીનાં;
યાદો સિવાય ક્યાં વધ્યું છે હવે કંઈ?
તન મનમાં રહી ગયા અજંપા ભીનાં;
સરક્યા સંબંધો હાથમાંથી રેત માફક,
ખાલી હાથે થ્યાં "વ્યોમ" દલડાં ભીનાં;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.