# In positive way..
કદર ની તો ખબર નથી પણ ખ્યાલ એ કમાલ રાખે છે.
સુખની કિંમત આંકી નથી,
પણ દુઃખ હંમેશા ઓછું જોખી રાખે છે.
આંખોનુ આ કાજલ સોહામણું છે,
પણ હરખના આંસુ પાંપણ ભીની કરી નાખે છે,
હાસ્યથી હોઠ ભીડી શકાતા નથી,
પણ શરમથી શબ્દો ને છુપાવીને રાખે છે.
વિરહ ની રાહ તો સાવકી લાગે છે,
પણ મિલનની પવિત્રતા એ માથે ચડાવી ને રાખે છે,
કદર ની તો ખબર નથી પણ ખ્યાલ એ કમાલ રાખે છે.. RV👑