આ એકાંતની પળમાં મન બહુ અસમંજસ ભર્યું,
સારા ખોટાની ખબર કોને જીવન આ નિરસ ભર્યું.
કોઈ કહે વાતોડિયા,કોઈ સમજે મુજને નવરી બજાર,
વિશ્વાસ રાખજો મારા હૈયામાં ઉઠે છે પ્રશ્નોત્તરી હજાર.
જરા બે મીઠી વાત જાણે ઘા પર આભાસી મલમ લાગ્યો,
વર્ષો પછી જાણે એને યાદ કરીને કોઈ ઊંડો ઝખ્મ જાગ્યો.
ખબર છે નહી મળે પણ મિત્રતા તો ભલી સરલ કરી શકાય,
એમની સાથે રુબરુ મુલાકાત ન ખરી, સપનામાં તો મળી શકાય.
આજે પણ એમના નામને રોજ હજારો વખત રટણ કરીએ,
એમને પામવાની દિશામાં રોજ દિશાહીન ભ્રમણ કરીએ.
એમને બોલાવવા માટેના તમામ રસ્તા વચનથી બંધ કરી ગયાં,
નામ વગરનો પણ તુટે નહીં એવો અમારી સાથે સંબંધ કરી ગયાં.
સરલ બસ ઈચ્છા એક જ એમને પામવાની અધુરી રહી ગઈ,
'આશા અમર છે' એ ન્યાયે સરલ આંખો રાહ જોતી રહી ગઈ.
સ ર લ રાઠોડ
સતપાલસિંહજી રણજીતસિંહજી લક્ષ્મણસિંહજી રાઠોડ ગામ પઢારીયા તા જી મહેસાણા હાલ અમદાવાદ