અબોલા થાય ત્યારે
મારા કરતાં વધારે
હું તારી હોવ એવું અનુભવું છું.
અબોલા થાય ત્યારે
હું પોતાને,પોતાના અસ્તિત્વને
જાણે ભૂલી ગઈ હોવ એવું અનુભવું છું.
અબોલા થાય ત્યારે
તારા પ્રેમ ની ,તારા સ્પર્શની, તારી વાતો ની
અનોખી તલપ અનુભવું છું.
અબોલા થાય ત્યારે
દુનિયા આગળ વધતી
અને હું ત્યાજ અટકી ગઈ હોવ એવું અનુભવું છું..... હેતુ🖤