Gujarati Quote in Thought by satpalsingh rathore

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમનો કેવી રીતે કરવાનો એકરાર,
ઈશ્વર ક્યારે કરશે પ્રાર્થના સ્વીકાર.

પ્રેમ એકબીજા પરની મજબૂત લાગણી,
પ્રેમ વગર મળે પણ થાય ભાવના ત્યાગની.

પ્રેમ તમને કર્યો છે તો નિભાવી જાણીશું,
તમને એક વખત પોતાના બનાવી જાણીશું.

તમે મળો કે ન મળો એ ઈશ્વરનાં હાથમાં છે,
પણ તમને યાદ કરવા એ તો મારા હાથમાં છે.

નહીં મળો તો રાહ જોઈશું આગલાં જન્મનો,
પણ તમે મળશો જ વિશ્વાસ રાખ્યો છે શિવમનો.

થોડીક ઉઠાવવી પડે તકલીફ તો મુજને મંજૂર છે,
સાચાંની કસોટી થાય પણ સત્સંગે શિવ હાજરાહજૂર છે.

વચન આપ્યુ કે ગૌરી પ્રેમની અસ્મિતાને સરલ સાચવશે,
પ્રેમનો સ્વિકાર કર્યો છે સરલ ઈશ્વર વચનને સાચવશે.

સ ર લ રાઠોડ
સતપાલસિંહજી રણજીતસિંહજી લક્ષ્મણસિંહજી રાઠોડ
ગામ પઢારીયા તા જી મહેસાણા હાલ અમદાવાદ

Gujarati Thought by satpalsingh rathore : 111917911
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now