...." થાય છોરું જયારે કછોરું "
માતાપિતાનાં સંઘર્ષ પર, ત્યારે પડે જોડું છે;
થઈ જાય છે કોઈ છોરું, જ્યારે કછોરું છે;
ખર્ચાઈ ગયાં સ્વપ્ન પૂરાં કરવાં સંતાનનાં,
અંતે તો જીવન માવતરનું કોરું ને કોરું છે;
કોળિયા મૂક્યાં મુખે, જેણે ચાખી ચાખી!
કપાતરની એ માની થાળીમાં ખાંણુ ખોરું છે;
છલકાઈ રહ્યાં છે જો વૃધ્ધાશ્રમો આજકાલ?
ગર્વની એ વાત નથી પણ, એ નિચાં જોણું છે;
કોણ છે જવાબદાર? પુત્ર કે પછી પુત્રવધૂ!
કોઈ એક નહીં જવાબદાર બંને થોડું થોડું છે;
સતત સતાવતાં સંતાનોને પળમાં કરે માફ,
"વ્યોમ" માતાપિતાનું મન કેટલું ભોળું છે?
લેખક - ✍...©️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.