સરી કુંવાડી હાથથી,
જોઈ હસે સહુ જંગલ.
થાઈ તે કરીને કઠિયારા,
અમ છે મજા મંગલ.
વળતા હાથો જડી,
કુંવાડી જોઈ રડે જંગલ.
હસતા હતા કેમ રડીયા?
કઠિયારો કે જંગલ.
કાપી નાખ અમ સહુને,
સહુને દુઃખ દિલમાં જંગલ.
તમમા અમ ભળિયો,
વિનાશ નક્કિ અમ જંગલ
અશ્રુ વહે નયન તરુવર,
અનરાધાર એ જંગલ.
સાથ મળ્યો સ્વજન હાથો,
નક્કિનાશ આમ જંગલ.
મનરવ સંપ તુટે વિખવાદ,
કુસંગે સંબંધોના ભંગલ.
કલહે શાંતિના રહે,
અંદર અંદર જુરે જંગલ.
તા,૮,૨,૨૦૨૪.મનજીમનરવ.
કવિતા રચના, "હાથો"