..... " સાદ કરે છે "
દૂરથી પણ કોઈ સાદ કરે છે;
ના જાણે, કેવો નાદ કરે છે?
ઘેરાતાં વાદળોની વચ્ચે પણ,
લાગણીઓનો વરસાદ કરે છે;
હેડકી છે કે થોભતી જ નથી,
કોણ આટલું મને યાદ કરે છે?
શું કરું? આ હૃદય ને દિમાગનું!
કે એ એકબીજાથી વાદ કરે છે;
ક્યારેક તેજ, ક્યારેક ધીરે ધીરે!
ધબકાર પણ ઘણો ઉન્માદ કરે છે;
ઉછળતી લહેરો પણ આજ તો,
સાહીલથી કંઈક ફરિયાદ કરે છે;
થોભીજા "વ્યોમ" કરવી કલ્પના,
મિલન ક્ષિતિજે આબાદ કરે છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.