કવિની ભાષામાં કરીશ સ્તુતિ તારી.
ભાવના હૃદયમાં ભરીશ સ્તુતિ તારી.
શક્ય નથી કે સત્વરે તું આવીને મળે,
અખૂટ ધીરજને રાખીશ સ્તુતિ તારી.
નથી કોઈ ચાહ મારી કશું પામવાની,
સર્વસ્વ મારું તને ધરીશ સ્તુતિ તારી.
હળવો કરી દીધો હૈયાભાર આરાધીને,
તારા વિચારોમાં જ ફરીશ સ્તુતિ તારી.
તું જો મળે તો એ પણ મંજૂર છે મને,
ભરવસંતે પાનખર થૈ ખરીશ સ્તુતિ તારી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.