હરડગલે સત્ય તણા રસ્તે ચાલ્યા બાપુ તમે.
દેશ અંગ્રેજોને છોડાવી મહાલ્યા બાપુ તમે.
સાવ સાદી વાત કરી તમે અહિંસાની બાપુ,
સાદગીનું જીવન જીવી હરખ્યા બાપુ તમે.
રુંવેરુંવે દેશદાઝને દેશપ્રેમ છલકતો રહેતોને,
પ્રાર્થના ઈશ્વરને કરી ઈશને પોકાર્યા બાપુ તમે.
કદીય ન વિસરાય એવા ઉપકાર દેશ પર છે,
"હે રામ" ઉચ્ચારી દેહને આજે છોડ્યા બાપુ તમે.
કોટિકોટિ વંદન નિર્વાણદિને સાબરમતીસંતને,
આજે મા ભારતીના નૈન વરસાવ્યાં બાપુ તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.