શું કામ ફુલાઈને ફરે છે ફુલકા,શુ કામ ફુલાઈને ફરે છે,
એક દિન ફટ દઈ ફૂટી જાવાનો
શું કામ ફુલાઈને ફરે છે,,,,
જાતે જાતને પ્રસરાવાની,તારી પંડની તો પહોંચ નથી,
કોઈ બીજો જ હવા ભરે છે તું
શું કામ ફુલાઈને ફરે છે,,,
કોક દિન કોઈ તને ઊંચે ઉલાવે,કોઈ હરખથી હુલાવે છે,
તું કોકનો તારવ્યો તરે છે તું
શું કામ ફુલાઈને ફરે છે,,
મરજી હોય જો માલિક તણી તો,વાદળે વિહાર કરે છે,
પછી કાળના કંટકે મરે છે તું,
શું કામ ફુલાઈને ફરે છે,,
કરામત તારી આમાં કાંઈ નથી,આતો બીજો કોઈ જ કરે છે,
તું ખોટા વહેમમાં ફરે છે તું,
શું કામ ફુલાઈને ફરે છે,,
કહે વાસુદેવ આવા ફુલકા જગતમાં,ઘણા ફુલાઈને ફરે છે,
જે મનમાં અભિમાન ધરે છે,તું
શું કામ ફુલાઈને ફરે છે,,,
વાસુદેવ પંડ્યા
વાવ,બનાસકાંઠા