ક્યાંક કોઈ એક એવું, પારકું હોવું જોઈએ.
જે નથી આપણું છતાંય, આપણું હોવું જોઈએ.
નામ વગરના સંબંધ માં પણ, એવું એક નામ હોવું જોઈએ.
નથી જ જોઈતું મારે સર્વસ્વ પણ, એવી એક પ્રાર્થના હોવી જોઇએ.
બસ તારા ચહેરા પર નિર્મળ હાસ્ય રહે, એવું કહેવા વાળું જીવનમાં કોઈક હોવું જોઈએ.
ક્યાંક કોઈ એક એવું, પારકું હોવું જોઈએ.😊