🙏 જય શ્રી રામ 🙏
અયોધ્યામાં પધાર્યા રામ, બોલો જય સિયારામ;
સર્યુ નીરમાં દેખાયા રામ, બોલો જય સિયારામ;
ઘર ઘર ઉગ્યો છે સૂરજ પણ આજ રામ નામનો,
દીપે દીપે છે પ્રગટ્યા રામ, બોલો જય સિયારામ;
હરખ ના સમાય મનમાં, નિહાળતો રાહ આજ,
અંગે અંગમાં રંગાયા રામ, બોલો જય સિયારામ;
ફુલે સજાવ્યા આંગણ, ભાગ્ય ખુલ્યાં મારાં ઘરના,
થયાં પાવન આંગણીયાં રામ બોલો જય સિયારામ;
વાગે ઢોલ, નગારા ને વાગે કરતાલ, મૃદંગ "વ્યોમ"
અવધમાં પધારી રહ્યા રામ, બોલો જય સિયારામ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર