....." એક પેન બોલે છે "
જ્યારે જ્યારે એક પેન બોલે છે;
ભલભલાં પછી રાઝ એ ખોલે છે;
લખાય છે કોઈ પ્રણય કહાણી તો,
યુવાન હૈયા ડગમગ સ્નેહે ડોલે છે;
નથી રાખ્યો ભેદભાવ લખાણમાં,
સત્ય અસત્ય એક ત્રાજવે તોલે છે;
પેનની તાકાતને ઓછી ના આંકતા,
ક્યારેક ઠંડી તો ક્યારેક બને શોલે છે;
આમ જુઓ તો "વ્યોમ" છે એ નાની,
પરંતુ, પેનની ના કોઈ આવે તોલે છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર