નજરના મારથી બચવું મુશ્કેલ છે.
ને શબ્દપ્રહારથી બચવું મુશ્કેલ છે.
આવૃત્ત કેટલું રહી શકે એ આખરે,
સત્યના પડકારથી બચવું મુશ્કેલ છે.
સમયસમયે ક્રોધ પ્રગટી જતો કેવો !
અગન ઉચ્ચારથી બચવું મુશ્કેલ છે.
દ્વંદ્વના જગતમાં ખમવું પડે કેટલું !
જીત પછી હારથી બચવું મુશ્કેલ છે.
લેપાયા વગર ના રહી શકાય જગમાં,
માયાના સંસારથી બચવું મુશ્કેલ છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદ