Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જગત આખું સમાઈ ગયું હરિવર તારા નામમાં.
ના કશુંએ પછી બાકી રહ્યું હરિવર તારા નામમાં.

એકમાં અનેક છે સર્વસ્વ સાંપડતું સ્મરણ કરતાં,
જગ મને સાવ જુદું લાગ્યું હરિવર તારા નામમાં.

હરપળ, હરઘડી સાથ નિભાવે નામ તારું છે નામી,
ઉરને કૈંક અધિક જ ભાસ્યું હરિવર તારા નામમાં.

હેલી હેતની હૈયેથી ઉમટી શ્વાસસરગમે એ વણાયું,
જીહ્વાને પણ સહજ જણાયું હરિવર તારા નામમાં.

ના ફિકર મારે અંશીની હોય હાથવગું નામ હો મારે,
ના છૂટે કોઈ કાળે એવું ગણાયું હરિવર તારા નામમાં.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111914141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now