..... " પતંગનો પર્વ "
લપેટ લપેટનો જ શોર ચારેકોર છે;
પર્વ છે પતંગનો ને હાથમાં દોર છે;
એવાં ઊડે રંગબેરંગી પતંગ આભે,
જાણે આભમાં ઘૂમતું ચકડોળ છે;
ઢીલ ને ખેંચ તો થાતી રહે પેચમાં,
રહે ચગતું જેના માંજામાં જોર છે;
કાપ્યો છે, કાપ્યો છેના નાદ સાથે,
વાગે અગાસી પર ડીજે ને ઢોલ છે;
ચગતી પતંગ આબીં લે છે આકાશ,
કપાયેલી પતંગ થાય ડામાડોળ છે;
હોય સ્થિર, કે હાલકડોલક "વ્યોમ"
પતંગ ચગાવવાની મજા કંઈ ઓર છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.