એક વ્યંગાત્મક રચના
....." મારી પત્ની "
મારી પત્ની મારા ઘરની પટરાણી છે;
આંખો એની કાતિલ ને તીખી વાણી છે;
હું રહ્યો કાળો, પણ છું કામણગારો!
ને, એ ખૂબસૂરત પરીઓની રાણી છે;
ઘર કામમાં પણ કરે જુઓ કેવી મદદ?
વાર્તા આખી, દૃષ્ટાંતોમાં સમાણી છે;
રસોઈ કરી પીરસું જ્યારે એની સામે!
સહાયમાં ખાઈને, કરે એ ઉજાણી છે;
નવાં નવાં કપડાં પહેરી, જાય એ ફરવા!
કપડાં ધોઈ ધોઈ, નીકળે મારું પાણી છે;
મહેનત કરી તૂટું, ત્યારે આવે બે પૈસા!
ને, પળમાં ઊડાવે આખી કમાણી છે;
ભાઈ "વ્યોમ" આ ફક્ત તારી જ નહીં,
પણ, ઘર ઘરની આ જ તો કહાણી છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.