Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" હું સમય છું "

અત્ર તત્ર સર્વત્ર બસ મારું જ ચાલે. કોણ શું વિચારે, શું સપના જોવે, એ સપના પુર્ણ કરવા શું કરે એનાથી મારે કોઈજ લેવાદેવા નથી. હું બસ મારું જ કરું. હું સમય છું.

હક અપાવું કોઈના જીવનમાં બધાજ. એને ખુશ રાખવાના, ધાર્યું કરવા દેવાના, ગુસ્સો, પ્રેમ, લાગણી, વહાલ અભિવ્યક્ત કરવાના, બધું જ એનું ગમતું કરવા દેવાના. બીજા કોઈ પળમાં એ બધુંજ ક્ષીણ કરી દેવાની તાકાત પણ મારામાં જ છે. હું સમય છું.

તમારો સ્પર્શ ક્યારેક એમને રોમાંચિત કરતો હોય તો એ જ સ્પર્શને હું બંધન, એનાં દુઃખનું કારણ બનાવી દઉં. એકમેકનાં વ્યક્તિત્વને અલિપ્ત કરી એને એનું સ્થાન બતાવી દઉં. હું સમય છું.

કોઈના જીવનમાં ક્યારેક તમને માથે બેસાડી દઉં તો ક્યારેક એનાજ પગની ધુળ બનાવી રાખી દઉં. કહેવા માટે એના જીવનનો અભિન્ન હિસ્સો રાખું ને રહેવા માટે એકાંત બક્ષી દઉં. હું સમય છું.

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111912645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now