મૌનની ચાદર ઓઢેલી જો રાખું
તો ભીતરે ભભુકતા દાવાનળનું શું ?
વાદ-વિવાદ, મતભેદ સઘળાં છોડું,
પણ બાજી બિછાયેલી હોય એનું શું?
સમર્પણથી ખુલે રસ્તાઓ એ સાચું,
સ્વમાન પર પડતાં ઉઝરડાનું શું?
સામી છાતીએ ઝીલું એક એક ઘા,
પણ પીઠમાં ભોંકાતી કટારીનું શું?
રસ્તો સાવ જ જુદો ચાતરી ય લઉં,
પણ 'મા' એ કંડારેલી કેડીનું શું?