.... " રાખનાં રમકડાં રાખમાં મળી જાવાનાં "
રાખનાં રમકડાં ને રાખમાં મળી જાવાનાં;
ક્ષણભંગુર તનડાં પળમાં બળી જાવાનાં;
જીવનભર મારું મારું કરી કર્યું જે એકઠું,
સઘળું મૂકી ખાલી હાથ નિકળી જાવાનાં;
કાચી માટીની કાયાને લાગી ખોટી માયા,
માયા તણાં રંગો એક 'દી ઊડી જાવાનાં;
પર પીડા જોઈ જેની આંખો થઈ સજળ,
ભવસાગરે એ જીવતેજીવ તરી જાવાનાં;
નથી કશું કાયમી સુખ હોય કે દુખ અહીં,
સમય આવતાં હર ઘાવ વીસરી જાવાનાં;
સત્કર્મનું ભાથું લે સાથે, મૃત્યુ જ મંજિલ!
સગાં પણ "વ્યોમ" બાળી વળી જાવાનાં;
- ✍...©️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર