Gujarati Quote in Poem by mahendrakumar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં તું

માં તું મહા મમતાળી, તારી મમતાને યાદ કરતા હું આખડીયે ભીંજાયો,માં તું મહા મમતાળી.....

માં તારા પાલવનો છાયો મને લાગતો ઘણો સહારો,
પણ તું થઈ છે હવે પરાઈ માં..... તું થઇ છે પરાઈ....

માં તું દયાનો મીઠો દરિયો હતી ને વહાલનો મીઠો વીરડો,
દુનિયાથીં તૂટી જાતો ત્યારે આપતી તું સહારો..
પણ તું થઈ છે હવે પરાઈ માં..... તું થઇ છે પરાઈ....

મારી ખુશીઓ માટે માં તું પૂજા રોજ કરતી,
તારા હેતને પામવા હું થાતો રે ઉતાવળો...
પણ તું થઈ છે હવે પરાઈ માં..... તું થઇ છે પરાઈ....

મને વાગે ના કાંટો કે કાંકરો એની સંભાળ તું રાખતી..
પણ મા મારા કઠણ સમયમાં તું થઈ પરાઈ...તું થઈ પરાઈ..

માં તું મહા મમતાળી, તારી મમતાને યાદ કરતા હું આખડીયે ભીંજાયો,માં તું મહા મમતાળી.....

- mahendra (sujal)

Gujarati Poem by mahendrakumar : 111911920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now