Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....." જીવ પરદેશી પંખી "


જીવ એક પરદેશી પંખી મનવા;
જાશે એક દિવસ ઊડી મનવા;

સદા શણગાર્યું તનના પીંજરને,
ભીતરે ભરી નર્યી ગંદકી મનવા;

તનની સંગ ક્યારેક ક્યારેક તો,
આતમની પણ કર શુદ્ધિ મનવા;

હરખ શોક શું? ને શેનો કરવો?
ક્યાં કશું અહીં કાયમી મનવા?

શ્વાસ આપ્યા છે ગણી ગણી,
ગણાય એ જાય ખૂટી મનવા;

કરેલાં કર્મો જ ચાલશે સંગાથ,
સત્કર્મની બાંધ ગાંઠડી મનવા;

મરણ પહેલાં શું મરવું? "વ્યોમ"
હસી ખુશી ગુજાર જિંદગી મનવા;


✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111911478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now